Sunday, May 5, 2019


*મિત્રો...*
*મજામાં કે...?*

*ગઈ કાલ નો સવાલ...*

*બજાર માં જઈએ ત્યારે આપણે જોઈએ કે પાસે પાસે બે ફરસાણ ની દુકાન હોય કે બીજી કોઈ સમાન ધંધાને લગતી દુકાન હોય ત્યારે ઘણી વખત એક દુકાન માં ફૂલ ઘરાકી હોય અને બીજીમાં કાગડા ઉડતા હોય....*

💐 *SOLUTION* 💐

*...જ્યારે એવું બને કે બાજુ વાળા ની દુકાન ચાલે આપણી નહીં તો...*

*સૌથી પહેલાં ક્વોલિટી અપનાવો... ક્વોન્ટીટી નહીં...ત્યારબાદ....*

*1...ઘરના, મિત્રો, સંબંધી વગેરે ની મદદ લો... એમને કહો... ગ્રાહક બનીને દુકાને આવે... અને ઘરાકી હોવાનું દેખાવ કરો... દુકાન ચાલવા લાગશે...*

*2...ટ્યૂશન કલાસ તમારા ઓછા ચલતા હોય તો... ટ્યૂશન કલાસ ની બહાર થોડા વધારાના ચપ્પલ મૂકી દો... થોડા આસ પડોશ ના બાળકોને ફ્રી બેસાડો... થોડો સમય એજ બાળકો ને બે વખત બોલાવો... સવાર સાંજ... લોકોને લાગશે... ખૂબ ટ્યૂશન ચાલે છે... બીજા નવા બાળકો જરૂર જોડાશે...*

*3...દુકાન માં રાખેલો માલ આકર્ષક દેખાય...લોકો સુધી તમારી દુકાન વ્યાપાર ની માહિતી પહોંચે એ જુઓ...*

*4...નમ્રતા અપનાવો*

*5...કંજૂસ નહીં થોડા ઉદાર બનો... ગરીબો પ્રત્યે દયાભાવ રાખો...*

*6...ધંધા રોજગાર વ્યાપાર વગેરે માં સમય જોઈને ચાલો... જેનું ચલણ હોય તેને અનુરૂપ રોજગાર અપનાવો...અને ઈમાનદારી ને પ્રાધાન્ય આપો...*

*7...દુકાન ધંધા ની શરૂઆતમાં અને અંતે પ્રાર્થના કરવાનું ચૂકશો નહીં...*

*અંતે સ્વસ્થ રહો, મસ્ત રહો,‌ આનંદ માં રહો અને સદા બીજાને મદદરૂપ બનતા રહો...*

No comments:

Post a Comment