Sunday, May 5, 2019


*મિત્રો...*
*મજામાં કે...?*

*ગઈ કાલ નો સવાલ...*

*બજાર માં જઈએ ત્યારે આપણે જોઈએ કે પાસે પાસે બે ફરસાણ ની દુકાન હોય કે બીજી કોઈ સમાન ધંધાને લગતી દુકાન હોય ત્યારે ઘણી વખત એક દુકાન માં ફૂલ ઘરાકી હોય અને બીજીમાં કાગડા ઉડતા હોય....*

💐 *SOLUTION* 💐

*...જ્યારે એવું બને કે બાજુ વાળા ની દુકાન ચાલે આપણી નહીં તો...*

*સૌથી પહેલાં ક્વોલિટી અપનાવો... ક્વોન્ટીટી નહીં...ત્યારબાદ....*

*1...ઘરના, મિત્રો, સંબંધી વગેરે ની મદદ લો... એમને કહો... ગ્રાહક બનીને દુકાને આવે... અને ઘરાકી હોવાનું દેખાવ કરો... દુકાન ચાલવા લાગશે...*

*2...ટ્યૂશન કલાસ તમારા ઓછા ચલતા હોય તો... ટ્યૂશન કલાસ ની બહાર થોડા વધારાના ચપ્પલ મૂકી દો... થોડા આસ પડોશ ના બાળકોને ફ્રી બેસાડો... થોડો સમય એજ બાળકો ને બે વખત બોલાવો... સવાર સાંજ... લોકોને લાગશે... ખૂબ ટ્યૂશન ચાલે છે... બીજા નવા બાળકો જરૂર જોડાશે...*

*3...દુકાન માં રાખેલો માલ આકર્ષક દેખાય...લોકો સુધી તમારી દુકાન વ્યાપાર ની માહિતી પહોંચે એ જુઓ...*

*4...નમ્રતા અપનાવો*

*5...કંજૂસ નહીં થોડા ઉદાર બનો... ગરીબો પ્રત્યે દયાભાવ રાખો...*

*6...ધંધા રોજગાર વ્યાપાર વગેરે માં સમય જોઈને ચાલો... જેનું ચલણ હોય તેને અનુરૂપ રોજગાર અપનાવો...અને ઈમાનદારી ને પ્રાધાન્ય આપો...*

*7...દુકાન ધંધા ની શરૂઆતમાં અને અંતે પ્રાર્થના કરવાનું ચૂકશો નહીં...*

*અંતે સ્વસ્થ રહો, મસ્ત રહો,‌ આનંદ માં રહો અને સદા બીજાને મદદરૂપ બનતા રહો...*

ચશ્મા ના નંબર દૂર કરો


*🌸ચશ્માના નંબર દૂર કરવા માટે અજમાવો આ ટિપ્સ, આંખોની દ્રષ્ટિ રહેશે સારી*🌸


*🌸આંખ ચહેરાનો સૌથી આકર્ષક ભાગ હોય છે. તેના દ્વારા વ્યક્તિ રંગ-બેરંગી દુનિયા જોઇ શકે છે. આંખો વગર કોઇપણ કામ સહેલાઇથી કરી શકાતું નથી. વધતા પ્રદુષણ, ખરાબ ખાણી-પીણી, મોબાઇલ કે કોમ્પ્યુટર પર કલાકો કામ કરવાથી આંખો ખરાબ થવા લાગે છે અને નંબર પણ આવી જાય છે. જેથી ચશ્મા પહેરવા પડે છે. એવામાં ખૂબ જરૂરી છે કે આંખની યોગ્ય રીતે કાળજી કરવામાં આવે. આંખોની દ્રષ્ટિ વધારવા માટે અને તેને સારી રાખવા માટે આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું. જે તમને ખૂબ હેલ્પફુલ થશે તો આવો જોઇએ તે અંગે,,*🌸

*🌸પૂરતી ઊંઘ*🌸

*🌸આખો દિવસ કામ કર્યા પછી આંખોને આરામ આપવો ખૂબ જરૂરી છે. આંખોની દ્રષ્ટિ સારી રાખવા માટે દિવસમાં ઓછામાં 8 કલાક ઊંઘ લેવી જરૂરી છે. પૂરતી ઊંઘ લેવાની સાથે આંખોની નીચે બદામના તેલથી માલિશ કરવી પણ ખૂબ જરૂરી છે. માલિશ કરવાથી આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર થઇ જાય છે.*🌸

*🌸આહારમાં લો પોષક તત્વ*🌸

*🌸આંખની દ્રષ્ટિ સારી રાખવા માટે દૂધ, માખણ, ગાજર, ટામેટા, પપૈયું, ઇંડા, શુદ્ધ ઘી, લીલા પાંદડાવાળા શાકભાજી અને વિટામિન્સથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઇએ. ડાયેટમાં સામેલ આ વસ્તુઓને સામેલ કરવાથી ક્યારેય પણ આંખો ખરાબ થતી નથી. તે સિવાય દિવસમાં ઓછામાં ઓછા 9 ગ્લાસ પાણી પીવું જોઇએ. જેથી આંખો સ્વચ્છ રહે છે.*🌸

*🌸કોમ્પ્યુટર કે ટીવી દૂરથી જોવું*🌸

*🌸આજકાલ લોકો ટીવી જોવે છે કે કોમ્પ્યુટર પર કામ કરે છે તો તેની ખૂબ નજીક બેસે છે. જેથી આંખોની રોશની ઓછી થવા લાગે છે. એવામાં તમે ટીવી અને કોમ્પ્યુટરથી થોડાક દૂર બેસવું જોઇએ. તેની સાથે જ મોડા સુધી કોમ્પ્યુટરની સામે બેસીને કામ ન કરવું જોઇએ. થોડાક સમયના અંતરે આંખોમાં પાણી છાંટો.*🌸

*🌸રોજ કરો આંખની સ્વચ્છતા*🌸

*🌸ઓછું દેખાવવા પાછળનું સૌથી મોટું કારણ છે કે આંખોની યોગ્ય રીતે સ્વચ્છ ન રાખવી. આંખો પ્રત્યે થોડીક પણ બેદરકારી રાખવાથી આંખોમાં પાણી, જ્વલન, ખંજવાળ, આંખોનું લાલ થવું, આંખોમાં સોજો આવો, ઝાંખુ દેખવવા લાગે છે. આ દરેક સમસ્યાઓથી રાહત મેળવવા માટે જરૂરી છે કે દિવસમાં 3-4 વખત આંખોને ઠંડા પાણીથી ધોવી જોઇએ.*🌸

*🌸ઘરેલું ઉપાય*🌸

*🌸 જો આંખોમાં દુખાવો થઇ રહ્યો છે કે થાકનો અનુભવ થઇ રહ્યો છે તો ગુલાબજળમાં રૂ પલાળીને આંખો પર લગાવો. જેનાથી તરત જ રાહત મળી શકે છે.*🌸


*🌸 આંખોને ગોળાઆકાર રીતે 5 મિનિટ સુધી ફેરવો અને વારંવાર આંખ ઝપકાવવા જેવી કસરત કરો.*🌸

*🌸આંખોને વધારે ભેજ વાળી રાખવા માટે ઠંડી કાકડીનો ઉપયોગ કરો. કાકડીને થોડાક સમય માટે આંખો પર રાખી મૂકો. કાકડીને આંખની આસપાસના ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ આંખોને સ્વસ્થ અને સુંદર બનાવે છે.*🌸

*અંતે સ્વસ્થ રહો, મસ્ત રહો અને બીજાને મદદરૂપ બનતા રહો*